પ્રક્રિયા

ટેબલ નં-૧ ના મુદ્દા નં-૩ માં દર્શાવેલ જુદા જુદા કાયદાઓની કલમો હેઠળ રાજ્યના કલેક્ટરશ્રીઓ,નાયબ કલેક્ટરશ્રીઓ તથા અન્ય મહેસુલી અધિકારીઓ તેમજ ચેરીટી કમિશ્નરશ્રી/સંયુક્ત ચેરીટી કમિશ્નરશ્રી દ્રારા કરવમાં આવેલ હુકમોથી નારાજ થઈને જે તે અરજદાર દ્રારા અત્રે રૂલ્સ ઓફ બીઝનેસ અન્વયે પ્રાપ્ત થયેલા અધિકારો મુજબ રીવીજન/અપીલ અરજીઓ કરવામાં આવે છે. અને વાદગ્રસ્ત હુકમ સામે મનાઈ હુકમની પણ માંગણી કરવમાં આવે છે.

અત્રેની ટ્રીબ્યુનલમાં રીવીજન/અપીલ અરજી કરવાની સાથે નીચે મુજબના દસ્તાવેજોની જરૂરીયાત અચુક/અનિવાર્ય ગણાય.જેની માહિતી નીચે મુજબ છે.

  • રીવીઝન/અપીલ અરજી
  • જે હુકમ સામે રીવીઝન/અપીલ અરજી કરવામાં આવી હોય તે હુકમ અસલમાં અથવા હુકમની સંબંધિત કચેરીમાંથી સહી-સિક્કાવાળી મેળવેલ ખરી નકલ
  • જે હુકમ સામે સમયમર્યાદા બાદ રીવીઝન/અપીલ અરજી કરેલ હોય તો ડીલે કોન્ડોમ અરજી તથા તે અંગેનું સોગંધનામુ રજુ કરવું
  • જે હુકમ સામે રીવીઝન/અપીલ અરજી કરેલ હોય અને તે હુકમ સામે મનાઈ હુકમની માંગણી કરવામાં આવેલ હોય તો અલગથી મનાઈ અરજી રજુ કરવી.
  • જે હુકમ સામે રીવીઝન/અપીલ અરજી કરેલ હોય તો તેના સમર્થનમાં રજુ કરવા માંગતાં દસ્તાવેજી પુરાવાઓ યાદી સાથે રજુ કરવા.
  • એડવોક્ટશ્રી મારફત રીવીઝન/અપીલ અરજી રજુ કરવામાં આવે તો વકીલાત પત્ર
  • રીવીઝન/અપીલ અરજી કુલમુખત્યાર તરીકે કરવામાં આવેલ હોય તો કુલમુખત્યારનામાંની ખરી નકલ તેમજ સદરહું કુલમુખત્યારનામું હાલ અસ્તિત્વમાં છે તે અંગેનું સોગંધનામું રજુ કરવું.
  • પ્રતિવાદી તરીકે જેટલા પક્ષકાર હોય તેટલી રીવીજન/અપીલ અરજી તેમજ મનાઈ અરજી તેમજ વિલંબ અરજીની સાથે દસ્તાવેજી પુરાવા સહિતની વધારાની નકલો રજુ કરવી તેમજ સદર રીવીઝન/અપીલ અરજીના ત્રણ પેપરસેટ રજુ કરવાં.
  • અરજદારો દ્રારા વાદગ્રસ્ત હુકમ સામે કેવીયેટ અરજી પણ કરવામાં આવે છે. કેવીયેટ અરજી કરતી વખતે વાદગ્રસ્ત હુકમની ઝેરોક્ષ/ખરી નકલ, સામાવાળાને કેવીયેટની જાણ કર્યાનું રજીસ્ટર પોસ્ટ એડીની સ્લીપ તથા કેવીયેટ અરજી ઉપર રૂા.૫૦/- ની કોર્ટ ફી સ્ટેમ્પની આવશ્યકતા છે.
  • રીવીઝન અરજી/અપીલ અરજી/રીસ્ટોરેશન અરજી/રીવ્યુ અરજી/પરચુરણ અરજી ઉપર ચોંટાડ્યાની કોર્ટ ફી સ્ટેમ્પની વિગતો નીચે મુજબ છે.
  ફેર તપાસ અરજી કોર્ટ
ફી સ્ટેમ્પની વિગત
અપીલ અરજી કોર્ટ ફી
સ્ટેમ્પની વિગત
રીસ્ટોરેશન અરજી કોર્ટ
ફી સ્ટેમ્પની વિગત
રીવ્યુ અરજી કોર્ટ ફી
સ્ટેમ્પની વિગત
પરચુરણ
(MISC)
અરજી કોર્ટ ફી સ્ટેમ્પની વિગત
ફેર તપાસ અરજી ૫+૧=૬ ૧+૧=૨
ચે.નો.હુકમ
૧૦+૧=૧૧
૫+૧=૬ ૫+૧=૬ ૧+૧=૨
નીચેની કોર્ટોના હુકમો
અસલ પ્રમાણિત
શૂન્ય
બે રૂપિયા
શૂન્ય
બે રૂપિયા
શૂન્ય
બે રૂપિયા
શૂન્ય
બે રૂપિયા
શૂન્ય
બે રૂપિયા
વકીલ પત્ર ૨ કોર્ટ ફી
૪૦ વેલ્ફેર ફંડ
૨ કોર્ટ ફી
૪૦ વેલ્ફેર ફંડ
૨ કોર્ટ ફી
૪૦ વેલ્ફેર ફંડ
૨ કોર્ટ ફી
૪૦ વેલ્ફેર ફંડ
૨ કોર્ટ ફી
૪૦ વેલ્ફેર ફંડ
મનાઈ અરજી ત્રણ રૂપિયા ત્રણ રૂપિયા ત્રણ રૂપિયા ત્રણ રૂપિયા ત્રણ રૂપિયા
વિલંબ માફ કરવાની અરજી ત્રણ રૂપિયા ત્રણ રૂપિયા ત્રણ રૂપિયા ત્રણ રૂપિયા ત્રણ રૂપિયા
સમયમર્યાદા
(દિવસ)
૬૦ દિવસ ૯૦ દિવસ
ચેરીટી કમી.
હુકમ ૩૦ દિ.
૩૦ દિવસ ૯૦ દિવસ ૬૦ દિવસ
 
  • રીવીઝન/અપીલ અરજી રજુ થયાં બાદ અત્રેની ટ્રીબ્યુનલની જે તે રજીસ્ટ્રી શાખા દ્રારા જે તે કેસ પ્રમાણે સ્કૃટીની ફોર્મ ભરીને હેડક્લાર્ક તથા રજીસ્ટ્રાર દ્રારા જે તે એડમીશન કોર્ટના સભ્યશ્રી સમક્ષ રજુ કરવામાં આવે છે. અને સદર રીવીઝન/અપીલ અરજી તથા વિલંબ અરજી તથા મનાઈ અરજી ઉપર સભ્યશ્રી દ્રારા તે અરજીઓ પરત્વે પ્રાથમિક સુનાવણી રાખવા માટે હુકમ કરવામાં આવે છે. અને તે મુજબ જે તે રજીસ્ટ્રી શાખા દ્રારા નોટીસ કાઢી તે ઈસ્યુ કર્યાબાદ જે તે કેસ ફાઈલ સંબંધિત કોર્ટના બેંચ ક્લાર્કને સોંપવામાં આવે છે. ત્યારબાદ સંબંધિત સુનાવણીના દિવસે જે તે પક્ષકાર/એડવોકેટશ્રીને સાંભળીને તે પરત્વે રીવીઝન/અપીલ અરજી દાખલ કરવા અંગે તેમજ મનાઈ હુકમ આપવા અંગે હુકમ કરવામાં આવે છે. ત્યારબાદ તે કેસો જે તે સંબંધિત રજીસ્ટ્રીમાં ક્રમાનુસાર આખરી સુનાવણી રાખવા માટે પેન્ડીંગમાં મુકવામાં આવે છે. જે દરમ્યાન સંબંધિત નીચલી કોર્ટોનું રેકર્ડ પણ મેળવવામાં આવે છે.
  • રીવીઝન/અપીલ અરજીના નિર્ણય સંબંધે નીચે મુજબની કાર્યપધ્ધતિ અનુસરવામાં આવે છે.
    • માન.અધ્યક્ષશ્રીના આદેશાનુસાર વર્ષવાઈઝ કેસો અત્રેની ટ્રીબ્યુનલની જે તે કોર્ટોમાં ફાળવવામાં આવે છે.
    • સંબંધિત કોર્ટના બેંચ ક્લાર્ક દ્રારા રીવીઝન અપીલ અરજીના તમામ પક્ષકારોને તથા તેઓશ્રીના એડવોકેટને સુનાવણીની તારીખ,સમય તથા સ્થળની અગાઉથી નોટીસ દ્રારા જાણ કરવામાં આવે છે.
    • વાદગ્રસ્ત હુકમ સંબંધે નીચલી સંબંધિત તમામ કચેરીઓનું આવેલ રેકર્ડ તપાસવામાં આવે છે.
    • પક્ષકારોને પુરાવા રજુ કરવાની તક આપવામાં આવે છે.

ઉપર મુજબની કાર્યપધ્ધતિ અનુસાર, કાયદાનુસાર રીવીઝન/અપીલ અરજી સંબંધે નિર્ણય કરી હુકમ કરવામાં આવે છે. અને તેની લેખિત જાણ પક્ષકારોને કરવામાં આવે છે.

 
  • અત્રેથી કરવામાં આવેલ હુકમો સામે અત્રેની ટ્રીબ્યુનલમાં રિવ્યુ અરજી કરવાની જોગવાઈ છે.
  • અત્રેથી કરવામાં આવેલ હુકમો સામે નારાજ થયેલા પક્ષકારો અત્રે રિવ્યુ અરજી કરી શકે છે. અન્યથા નામ.ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન અરજી કરી દાદ મેળવી શકે છે.

Also In This Section

  • Process