પ્રસ્તાવના

ધી બોમ્બે રેવન્યુ ટ્રીબ્યુનલ જી.એન.આર.ડી. નંબર-૪૮૭૭/૩૩, તા.૦૧-૦૪-૧૯૩૭ થી તા.૦૧-૦૮-૧૯૩૯ થી અસ્તિત્વામાં આવેલ છે. અને ત્યારથી બી.આર.ટી એક્ટ-૧૯૩૯ અમલમાં આવ્યો શ્રી ગોવિંદ મડગાંવકર,આઈ.સી.એસ,(નિવૃત) જજ,મુંબઈ હાઈકોર્ટ,પ્રથમ અધ્યક્ષશ્રી તરીકે રેવન્યુ ડીપાર્ટમેન્ટના જાહેરનામા નંબર : ૪૮૭૭/૩૩ (અ) તા.૩૧-૦૭-૧૯૩૯ થી નિમણુંક પામ્યા, તે જ રીતે શ્રી દિવાન બહાદુર સી.એમ.ગાંધી,સુરત, નોન-ઓફીશીયલ મેમ્બર તરીકે નિમણુંક પામેલ અને ધી બોમ્બે રેવન્યુ ટ્રીબ્યુનલને સત્તાઓની સોંપણી કરવામાં આવી. ટ્રીબ્યુનલને અપીલ અરજીઓ તથા રીવીજન અરજીઓ પરત્વે નિર્ણય કરવાની સત્તાઓ આપેલી છે. સદર એક્ટની અનુસુચિમાં દર્શાવ્યા સિવાયના (૧) ધી મુંબઈ પબ્બીક ટ્રસ્ટ એક્ટ-૧૯૫૦,(૩) ધી મુંબઈ લેન્ડ રેવન્યુ કોડ-૧૮૭૯ ની કલમ-૧૧૭-કેકે,(૪) ધી મુંબઈ સીટી લેન્ડ રેવન્યુ એક્ટ-૧૮૭૬, કલમ-૧૭ તથા જુદા-જુદા ટેન્યોર એબોલીશન એક્ટનો પણ આ ટ્રીબ્યુનલમાં સમાવેશ કરેલ છે.

જી.આર.આર.ડી નંબર ૧૫૫૮/૮૧૩૪૬/આર તા.૧૬-૦૫-૧૯૫૮ અન્વયે સદરહું એક્ટ "ધી બોમ્બે રેવન્યુ ટ્રીબ્યુનલ એક્ટ-૧૯૫૭” તરીકે તા.૦૧-૦૬-૧૯૫૮ થી ઓળખવામાં આવ્યો.

સદરહું એક્ટની સાથે સાથો સાથ બી.આર.ટી રૂલ્સ-૧૯૩૯ પણ અસ્તિત્વમાં આવેલ છે.

ઉક્ત એક્ટ તથા નિયમોમાં અત્રેની ટ્રીબ્યુનલના અધ્યક્ષશ્રી, સભ્યશ્રી, રજીસ્ટ્રારશ્રી તથા મદદનીશ રજીસ્ટ્રારશ્રીની,લાયકાત,નિમણુંક,ફરજો તથા સભ્યો નક્કી કરવામાં આવેલ છે. અને ત્યારથી આ ટ્રીબ્યુનલમાં રૂલ્સ ઓફ બીઝનેશમાં જણાવ્યા મુજબ દાખલ થતી અપીલ/રીવીજન અરજીઓ પરત્વે ટેબલ નં. ૨ ના અનુક્રમ નં. ૧૧ થી ૧૪ મુજબની પદ્ધતિ અનુસરી નિર્ણય કરવામાં આવે છે.

Also In This Section