ગુજરાત મહેસુલ પંચ એ એપેક્ષ કોર્ટ છે. જેથી આ પંચમાં પેન્ડિંગ કેસોના ઝડપી નિકાલ અર્થે અગાઉ સુરત,રાજકોટ તેમજ ભુજ ખાતે કેસોની સુનાવણી માટેના કેમ્પ રાખવામાં આવતાં હતાં.હાલ સુરત ખાતે સુરત,વલસાડ,નવસારી તેમજ તાપી જીલ્લાના કેસોની સુનાવણી માટે દર માસે સીટીંગ રાખવામાં આવે છે. તથા અરજદારોને યોગ્ય ગુણવત્તા યુક્ત ન્યાય મળે તેટલા માટે કેસોના ઝડપી નિકાલ અર્થે અવારનવાર ઝુંબેશ હાથ ધરવામાં આવે છે.